@ મા જગદંબા @

@ મા જગદંબા @
JAY AMBE
@ જય અંબે @ ઉબખલ ગામ, દરેક મુલાકાતીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આવો ગામ ની પ્રગતિ માટે કંઇક કરી છૂટીએ. @સનાતન સત્ય@ માંની ભક્તિ કરનાર કે આરતીમાં હાજર રહેનાર એક પણ વ્યક્તિ નોકરી કે ધંધા રોજગારથી વંચિત નથી.

ઉબખલ ગામની વેબસાઈટ જોનારા મિત્રો તમારો અભિપ્રાય જણાવો ( અહી ક્લિક કરી જણાવો )

@ લીબર્ટી કેરિયર - દાતાને ધન્યવાદ @

=>> ઉબખલ ગામના યુવાન ભાઈઓ-બહેનો રોજગારી મેળવે અને ગુજરાત રાજ્યની કે કેન્દ્ર સરકારની એક પણ જાહેરાત, ખબર વગર જતી ન રહે તે માટે ગામના  ઉત્સાહી એવા દાનવીર પટેલ જગદીશભાઈ ચતુરદાસ (કાનપુર નિવાસી) એ બધીજ જાહેરાતોને આવરી લેતું લીબર્ટી કેરીઅર ન્યૂ અને રોજગાર સમાચાર  વર્ષ : 2019 માટે (વાર્ષિક રૂ.500/-) ભરીને ગામ માટે દાન કર્યું  છે, તેમને ગામ વતી ખુબ ખુબ અભિનંદન. ગામના દરેક વ્યક્તિ વાંચી શકે તે માટે લીબર્ટી ન્યુઝ અને રોજગાર સમાચાર લકી પાન  પાર્લર, વડલા નીચે  ના સરનામે આવશે.
                 @  દાતાઓ ની યાદી  @
=>>પ્રથમ વર્ષ  :   ડૉ.સુધીરકુમાર શંકરલાલ પટેલ (2014)
=>> બીજું વર્ષ  :  પટેલ પ્રજયકુમાર નાથાલાલ  (2015)
=>>ત્રીજું વર્ષ :  ગં.સ્વ પટેલ કંકુબેન જેઠાલાલ (2016)
=>>ચોથું  વર્ષ :  પટેલ મનિષ કુમાર વિષ્ણુભાઈ મ. (2017)
=>>પાંચમું વર્ષ : પટેલ ઉપેન્દ્રકુમાર રમેશભાઈ (2018)
=>>  છઠ્ઠું  વર્ષ :  પટેલ જગદીશભાઈ ચતુરદાસ (કાનપુર)- (2019)
દાતાઓના ધનના ભંડારો ભરેલા રહે તેવી માં જગદંબાને પ્રાર્થના. 

@ ઉબખલ ગામ - વિશેષતાઓ @

=>>ધન્ય છે એ વડવાઓને કે જેમને ઉબખલ ગામની સંરચના ગાંધીનગરના સેક્ટરો જેવી જબરદસ્ત બનાવી છે ચારે બાજુ  ખુલ્લા રસ્તા, દરેક કોમ ની અલગ જગ્યા, વિશાળ ખુલ્લી જગ્યા અને વર્ષોથી ગામની એક સારી છાપ, સમૃધ્ધી માટે વડવાઓને નમન.
1) 48 ગામમાં એકમાત્ર સ્વયંભૂ માં જગદંબાનું મંદિર.
2) વર્ષોથી 24 કલાક લાઈટ.
3) ગામનું નામ રોશન કરતી સાગરદાન ફેકટરી.
4) વિદેશ સુધી મશીનો અને વસ્તુઓ  નિકાસ કરતી જી.આઈ.ડી.સી.
5) ચાર ચાંદ લગાવતી કાશીબા વાડી
6)  48 ગામમાં એકમાત્ર પોતાની વેબસાઈટ, ફેસબૂક અને વોટ્સ અપ સાથે સંકરાયેલું ધામ.
7) શહેર, દેશ-વિદેશ સુધી નામના મેળવેલ ગ્રામજનો .
8)  દરેક રસ્તા લાઈટોથી સુશોભિત.
9) દરેક મુખ્ય રસ્તા પર પાક્કા રોડ.
10) દરેક યુવાન ફેસબુક અને વોટ્સ અપથી જોડાયેલ.
11)ગામના કોઈપણ સમાચાર કલાકોમાં અપડેટ કરતી વેબસાઈટ.
                                              -- વિજય કે.પટેલ. 
=>>મિત્રો,ઉબખલ ગામનું પેજ ફેસબુકમાં બનાવેલ છે.તો તમે ફેસબુકમાં જઈને ubkhal લખો અને પેજ લાઈક કરો.
www.facebook.com/ubkhal

@ વ્યસન મુક્તિ અભિયાન @

=>>વ્યસન એ તમારી સાથે જ રહેતો તમારા મિત્ર જેવો છે પણ તે તમને ખતમ કરનારો મોટામાં મોટો શત્રુ છે. વ્યસન કરતાં પહેલા તમે ક્યારેય વિચાર કર્યો છે કે તેનાથી જો તમને કંઇક થઇ જાય તો તમારા પર નિર્ભર તમારી પત્ની, બાળકો, માતા-પિતા, ભાઈ-બહેન અને સગા-સંબંધીનું કોણ ? તમારા પછી તમારા પર આશ્રીત વ્યક્તિઓનું શું થશે? વ્યસન એ મોજમસ્તી, મિત્રતા કે ટેન્શન દુર કરવાનું કોઈ સાધન નથી. ભાઈઓ આજથી જ જાગો અને સંકલ્પ કરો કે તમે વ્યસન નહિ કરો અને તમારા કોઈ મિત્રને તેની સાચી સમજ આપશો. કોઈપણ વ્યસનની શરૂઆત નાની અમથી લાગતી ગુટખા, પાન-મસાલા કે સોપારીથીજ થાય છે.
એક ભાઈ ગામમાંથી  પસાર  થયા ને બોલ્યા, "અરે ભાઈ આ ગામ સુખી કેમ ?" 
 =>>આ ગામમાં વડીલોને માન, વડીલોના નિર્ણયોને માનવામાં આવે છે, ગામના પ્રગતિ માટે દરેક ખડે પગે અને  ગામ માટે સમર્પિત ભાવના આ કારણે આ ઉબખલ સુખી અને સમૃદ્ધ ગામ.
                                            @ જય અંબે @ 

@ સરપંચ @

=>> ઉબખલ ગ્રામપંચાયતની ચૂંટણીમાં આ વર્ષે  શ્રી કરણજી ચતુરજી બારડ ચૂંટાયા છે તેમને સમગ્ર ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન અને ઉપસરપંચ તરીકે પટેલ કિરીટકુમાર અમૃતલાલ ચૂંટાયા છે તેમને પણ ખૂબ ખૂબ અભિનંદન ગામની પ્રગતિ કરો, તેવી શુભકામના                            (તા. 26/4/2017)@@ મિશન-૨૦૨૦ @@

=>>મારું લક્ષ ગામનું દરેક ઘર સુશિક્ષિત બને, દરેક ના ઘરે એક કોમ્પ્યુટર હોય તેવા પ્રયત્નો કરવા તે માટે હું બધીજ મદદ કરવા તૈયાર છું.
=>>દરેક વ્યક્તિ પોતાની શક્તિ(આર્થીક ,સામાજિક, શારીરિક, માનસિક આપી શકે તે ) પ્રમાણે મદદરૂપ થવાની ભાવના રાખશે તો પોતાના ઘરની, પોતાના કુટુંબની, ગામની પ્રગતિ થશે, પોતાના તાલુકાની, જીલ્લાની, રાજ્યની કે દેશની પ્રગતિ થશે.
..................................................
તમારા કોમ્પ્યુટરનું સ્પીકર ચાલુ કરો અને આનંદ માણો.
................................................
@ જય અંબે @

@WELCOME TO UBKHAL@

=>>ઉબખલ ની વેબસાઈટ જોવા માટે ગુગલ માં જઈ WELCOME TO UBKHAL લખો.

=>>બાજુમાં આવેલી માછલીઓને દાના નાખવા તેના પર કલીક કરો.

@ જય અંબે @
@ JAY AMBE @

ઉબખલ યુવક મંડળ આયોજિત સેવા કેન્દ્ર માં જગદંબા ના ભક્તો ની સેવા કરવા માટે આર્થિક,શારીરિક રીતે મદદરૂપ થનાર સર્વે ગ્રામજનો,શહેરી ભાઈઓ તેમજ નામી-અનામી સર્વે ભાઈઓનો સેવાકેન્દ્ર તરફ થી ખુબ ખુબ આભાર. મા તમારી મનોકામના પૂર્ણ કરે,મા તમારા ધનના ભંડાર ભરેલા રાખે તેવી મા જગદંબા ને પ્રાર્થના. =>વિજયભાઈ.

@ જય અંબે @
vijay2ambe@gmail.com

THANKS...આભાર.=>>ઉબખલ ની વેબસાઈટ કમ બ્લોગ ને ખુબજ સારો પ્રતિસાદ મળ્યો છે.આ માટે દરેક વિઝીટર નો ખુબખુબ આભાર. તમારા સૂચનો,પ્રતિભાવ આવકાર્ય છે.મારી કંઈ ભુલ થતી હોય તો કહેતા રહેજો. હજુ આમો નવું શું કરી શકાય,સૂચનો જણાવવા વિનંતી.
vijay2ambe@gmail.com

@ જય અંબે @ ઉબખલ @UBKHAL

=>>ઉબખલના ગ્રામજનો આવો ઉબખલ વિષે તમારા મંતવ્યો જણાવો.
Ubkhal is my village. my village is very clean & big. my village is favorite in Ambaji mataji.I PROUD OF MY VILLAGE.

Vijay2ambe@gmail.com 

ubkhal108@gmail.com
Www.ubkhal.blogspot.com

Www.ubkhal1.blogspot.com
tags...
Ubkhal website , ubkhal websit, websit ubkhal , ubkhal ambaji mandir, ubkhal ambaji , ubkhal blog , ubkhal.blogspot , ubkhal.blog , ubkhal vijay, ubkhal blogger , ubkhal welcome , ubkhal welcome to ubkhal , ubkhal jayambe , www.ubkhal.com , www.ubkhalblog.com, ubkhalblog , www.ubkhal.blog.com , ubkhal photo , ઉબખલ , उबखल , ubkhal kukarwada , welcometoubkhal , WELCOME UBKHAL , WELCOME TO UBKHAL(
ઉબખલ), website vijay , ubkhal jayambe

@ જન્મભૂમી = માતૃભૂમિ @

પોતાની જન્મભૂમીમાં જન્મીને મોટા થયા હોય અને મૃત્યુ પછી પોતાની માતૃભૂમિમાં ભરી જવું એ મારા મતે સિદ્ધપુર, કાશી,ગંગા, મથુરા,નર્મદા કે પારે કરતાં પણ ઉત્તમ કાર્ય છે.